← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાગણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગ લઈ આવી ગલીમાં કોઈ ટોળી ફાગણે,
આંસુઓ સાથે ય ખેલું આજ હોળી ફાગણે.

આંખ ઢાળી, હોઠ મલકે, ગાલ રાતા થઈ ગયા,
કેટલી ચંચળ બની ગઈ, સાવ ભોળી ફાગણે!

રંગ લાવ્યા કેમિકલના, ચામડી બાળી ગયા,
સાથમાં ખાવી પડી’તી પાંચ ગોળી ફાગણે!

તું નથી તો રંગ સઘળા સાવ ફિક્કા લાગતા,
મેં ગુલાલે યાદ તારી આજ ઘોળી ફાગણે.

આ પરાગે પણ સુગંધી રંગ છાંટ્યો ચોતરફ,
ને હવાએ પણ પહેરી રંગ-ચોળી ફાગણે.

– પરાગ રતનપરા

#ગઝલ #ફાગણ #હોળી #ધૂળેટી #રંગોત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Holi #FestivalOfColours #SpringSeason #Phagun #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશ્રાવણની રાખડીઆગલો લેખ →હું ને તું