ભાડે છે
નગરમાં ઓરડી ભાડે, અને આ રાત ભાડે છે,
અહીં તો શ્વાસ પણ ભાડે, હવે તો જાત ભાડે છે.
પડોશીને નથી જાણ્યો, નથી એણે મને જાણ્યો,
ઉછીનું સ્મિત, ઉપરછલ્લી બધી આ વાત ભાડે છે.
દિવાળી આંગણે આવી, ન દીવો છે, ન રંગોળી,
બજારેથી ખરીદેલી, નકલની ભાત ભાડે છે.
લગન હો કે મરણ, ભાડે મળે છે નાચનારા પણ,
અહીં સંબંધની આખી સગાંની નાત ભાડે છે.
ગુલાબો પણ ખરીદેલાં, સુગંધો બાટલીમાં ને
પરાગે શું કરે? ખુશ્બૂ તણી સોગાત ભાડે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાડાનુંઘર #મહાનગર #એકલતા #ઉછીનુંજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #RentedLife #Metropolis #UrbanLoneliness #BorrowedSmiles #ParagRatanpara