← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગીની દોડમાં સૌ જાતને ભૂલી ગયા,
સૂર્ય જોયો, આવનારી રાતને ભૂલી ગયા.

બંગલો ને કાર, ને બૅન્કે ઘણું ભેગું થયું,
રાખ થઈ જાશું, છતાં ઔકાતને ભૂલી ગયા.

આંગળી પકડી, ચલાવ્યો બાળપણમાં જે, પછી
એ જ માના ઘડપણે એ સાથને ભૂલી ગયા.

મંદિરે સોનું ધરે, ને શીશ ઝૂકાવે સદા,
ભૂખથી લાચાર કો’ના હાથને ભૂલી ગયા.

આ પરાગે પણ ગઝલમાં મોતની વાતો લખી,
ને પછી સંમેલને એ વાતને ભૂલી ગયા.

– પરાગ રતનપરા

#ગઝલ #નશ્વરતા #મૃત્યુ #અહંકાર #આત્મચિંતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mortality #Ego #Forgetfulness #SelfReflection #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલોકોઆગલો લેખ →મહીડાં