લોકો
હતા જે ગામમાં ભોળા, ગયા ક્યાં એ ભલા લોકો?
નગરમાં સૌ મુખોટામાં, ન ઓળખતા સગા લોકો.
વસીયત ખોલતાં સૌએ ઝઘડવા થઈ ગયા ભેગા,
મરણ ટાણે ન દેખાયા, હવે આવ્યા ‘ખરા’ લોકો.
દિવાલો ગામમાં ચણતા, ગલી ધર્મે વહેંચીને,
ખુદાના નામ પર લડતા, જુઓ કેવા બધા લોકો!
ઘરે ઘરડાં, વિદેશે પુત્ર, ને બસ વીડિયો કૉલે
‘મજામાં?’ પૂછતા રોજે, મજાના આ નવા લોકો.
પરાગે દીવડો લઈને દિવસ આખો ફરી જોયું,
હતી ભીડો ઘણી, ત્યાં ક્યાં હતા માણસ? ઘણા લોકો!
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #માણસાઈ #સગપણ #ભીડ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #LostHumanity #Relatives #CrowdButNoHumans #ParagRatanpara