← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન ચાલ્યો રાજમાર્ગે હું, સ્વયંની મેં ઘડી કેડી,
ઘણી ઠોકર ખમી ત્યારે, મને આખર જડી કેડી.

નદી પાસે ન'તો નકશો, ન'તો કો' ભોમિયો સાથે,
ખડક વીંધી, હઠીલા જળ-પ્રવાહે ખુદ રચી કેડી.

હતા પર્વત, હતાં જંગલ, હતી ખીણો ઘણી ઊંડી,
અડગ પગલાં નિહાળી ત્યાં સ્વયં આવી નમી કેડી.

હતા જે લોક હસતા કાલ, ‘ગાંડો છે, ભટકતો છે’,
હવે એ ભીડ ચાલે છે, કહે છે: ‘આ ખરી કેડી!’

પરાગે બાગથી બાગે હવામાં મ્હેક વેરી’તી,
ભ્રમર ત્યાં આવતા પાછળ, હવામાં થઈ નવી કેડી.

– પરાગ રતનપરા

#ગઝલ #નવીકેડી #હિંમત #આત્મવિશ્વાસ #પ્રેરણા #પરાગરતનપરા
#GujaratiGhazal #OwnPath #Courage #SelfBelief #Inspiration #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવીડિયો કૉલઆગલો લેખ →ચશ્માં