હતો
ગયો તીરથે, એ નજરમાં હતો,
ન મંઝિલ મહીં, એ સફરમાં હતો.
ન ઘંટારવે, ધૂપ કે દીપમાં,
દુઆની સહજ એ અસરમાં હતો.
કરી જાપ-માળા, ઘણા યજ્ઞ, પણ
ઘરે માવડીની કદરમાં હતો.
બધે ધર્મના ઢોલ, ઝંડા, પ્રચાર,
ન ઈશ્વર કદીયે ખબરમાં હતો.
પરાગે નિહાળ્યો પરોઢે ખુદા,
ઉઘડતી કળીના અધરમાં હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વર #અધ્યાત્મ #ભક્તિ #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #SeekingGod #Spirituality #Devotion #DivineInNature #ParagRatanpara