થઈ ગયો
તું મળી એ પળે, બાવરો થઈ ગયો,
રંગમાં શ્યામના સાંવરો થઈ ગયો.
હું અહંનો હતો એક ઊંચો પહાડ,
ઠેસ તારી લગી, કાંકરો થઈ ગયો.
કાચનો કુંભ જેવો હતો હું, પ્રિયે,
હાથથી તું સરી, ઠીકરો થઈ ગયો.
સિંહ જેવો હતો હું, પરણતાં પછી
નાચતો રોજ, હું વાંદરો થઈ ગયો.
આ પરાગે સુગંધો ઘણી સંઘરી,
તું અડી એટલે મોગરો થઈ ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પરિવર્તન #હળવીમજાક #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveTransforms #Surrender #LightHumour #Romance #ParagRatanpara