કુલ ૨૦૨૨ લેખ · પાનું ૧૮ / ૪૧
ઘડી બાળક, ઘડી ઘરડી, ઘડી તોફાન ઇચ્છાઓ, નચાવે છે, રમાડે છે, ભુલાવે ભાન ઇચ્છાઓ.
ભલે ભસ્મ ખેતર, ફરી ઊગશે, બધાં પાંદડાં પણ ખરી ઊગશે.
મોતિયો આવ્યો, પછી આ ગામનું ઝાંખું થયું, ને પછી સૌ ઓળખીતા નામનું ઝાંખું થયું.
હશે તું, ગણી, આજ બારી ઉઘાડી, હવાનું થયું રાજ, બારી ઉઘાડી.
ગયું રૂપ, ને પ્રેમનું છૂંદણું, હજી હાથમાં નેમનું છૂંદણું.
નથી મત્લા, નથી મક્તા, મજાની શાલ ઓઢાડો, તમે તાળી ન પાડો તો, દયાની શાલ ઓઢાડો.
હતું જે ગીત બાના હોઠ પર, ગાણું અધૂરું છે, હજી સૂરજ નથી ઊગ્યો, હજી વ્હાણું અધૂરું છે.
મળે છે મજાનો નજારો શિખર પર, છતાં ના મળે છે સહારો શિખર પર.
ઘડી ને ઘડી, આ જમાને નવું છે, મળે ના કદી, ને બહાને નવું છે.
ક્યાં ગયા ટહુકા? નથી એ મોર મારા ગામમાં, સાંજના પાછાં ન આવે ઢોર મારા ગામમાં.
હતાં બાળક, હતો કલરવ, હવે છે ગીત સન્નાટો, ગયાં સૌ દૂર, ને ઘરની બની છે રીત સન્નાટો.
ભલે ને હાલ હો ભૂંડા, હસી બોલું: ‘મજામાં છું’, ઉદાસીની કદી ના પોટલી ખોલું, મજામાં છું.
દીવાલ પણ ધ્રૂજે, ભલા, એ બાપનો ગુસ્સો હતો, અંગાર જેવો, પણ હતો એ તાપનો ગુસ્સો હતો.
પર્વતેથી નીકળી, બસ દોડવું દરિયા સુધી, ગામ, ખેતર, ઘાટ, મંદિર જોડવું દરિયા સુધી.
નથી ઈશ્વર કશે બીજો, ન બીજું રૂપ મા જેવું, સહે સઘળું, રહે મૂંગું, નથી કો ચૂપ મા જેવું.
ઘડીમાં રડાવે, હસાવે સખા, રિસાઉં, ફરી તું મનાવે સખા.
હવા મ્હેકી, ઝરૂખામાં દિલ ધબક્યાં, તમે આવ્યાં, અમાસે પણ દિવાળી સમ ઘર ઝબક્યાં, તમે આવ્યાં.
પરોઢે ઉઠીને બધા રેસમાં, નથી કોઈ થોભ્યું, સદા રેસમાં.
રાતભર નાચી રહી છે વાદળી નળિયાં પરે, ને ઝબૂકી રોશની થઈ વીજળી નળિયાં પરે.
પડેલી શિલાઓ ફરી ઊંચકું છું, સવારે વ્યથાઓ ફરી ઊંચકું છું.
ઘણું જોતાં, ઘણું ફરતાં, પિતાનો હાથ મેળામાં, હજી હું શોધતો ફરતો, ગયો જે સાથ મેળામાં.
દુકાને, ઘર, સભામાં, સૌ સમાજે ફેરવે માળા, કરે ધંધે કપટ, તોયે રિવાજે ફેરવે માળા.
આંખમાં એની સ્વયંનું રૂપ જોવું, પ્રેમ છે, ને પછી એના વિરહમાં ચૂપ રોવું પ્રેમ છે.
બાળકો બોલે ગમે તે, બાળ-વાણી સાચ છે, ને નદીમાં જે વહે છે, એ જ પાણી સાચ છે.
સૌ લખે છે ચાંદની ને ફૂલ ને ફોરમ વિશે, હું લખું છું રક્તથી ખરડાયલી મોસમ વિશે.
સાત કોઠા પાર કરવા હું ઝઝૂમું રોજ રોજ, ને ફરીથી વ્યૂહની વચ્ચે જ ઊગું રોજ રોજ.
ઝૂંપડી છે, ખાટલો છે, લીમડાનો છાંયડો, ને ઉપરથી આભ આખું — મોજનો આ ઓરડો!
બાપુજીનો સાવ સૂનો ઓરડો વર્ષો પછી, ને હજી ત્યાં ઝૂલતો’તો હીંચકો વર્ષો પછી.
નાડ પકડી, આંખ તાકી, ને ડરાવ્યું ડૉક્ટરે, સત્તરે ટેસ્ટો કરાવી, બિલ બતાવ્યું ડૉક્ટરે.
નમે દેહ ધરતી ભણી, મન ચડાણ, છતાં આશ માંડે ગગનમાં પ્રયાણ.
નિહાળે છે હજી રાધા નદીનો ઘાટ, ઓ કાના! તમે ક્યાં છો? અમે તો રોજ જોતાં વાટ, ઓ કાના!
હતી લાલ, ને આજ ખાલી હથેળી, બની જાપની એક પ્યાલી હથેળી.
મને જીવવું, પણ નહીં ભાન દીધું, ગળું દઈ, નથી એક પણ ગાન દીધું.
હું તમારા સ્પર્શની ઝીણી ખુમારી, સાચવો, ઓશિકાનો સળ, અધૂરી એ પથારી સાચવો.
ડાળ પર કૂંપળ હસે છે, ને પવન લાવ્યો બહાર, પાનખરથી ડાળ લાવી’તી ખરેખર તો ઉધાર.
હતા સાથ, તોયે પરાયા સફરમાં, અમે મૌન ઓઢી ઘવાયા સફરમાં.
સૌ સપાટી પર તરે છે, મેં — પહેલી ડૂબકી! લોક હસતા: ‘શું મળે આ સાવ ઘેલી ડૂબકી?’
લોન લઈને પણ, મને ઝટ લાલ ગાડી જોઈએ, ને બધાંને આ દિવાળી ખાસ સાડી જોઈએ.
નામ તારું રાતભર આ જીભ બોલે ઊંઘમાં, ને પછી સૌ ભેદ મારા કોણ ખોલે ઊંઘમાં!
હજી આંખ ખોલે દુલારી ગઝલ, રડે, તોય લાગે તમારી ગઝલ.
ઓસરીમાં શાલ ઓઢી સાવ ઊની પાનખર, કરચલીમાં વારતાઓ ખૂબ જૂની પાનખર.
ઓરડી ને ઓસરી, ને સાવ નાનું ઘર હતું, તોય એમાં સૌ સમાતાં — એ જ બાનું ઘર હતું.
બાપના આંગણ વચોવચ આજ ઊંચી ભીંત છે, એક માટી, એક ભઠ્ઠી, તોય કાચી ભીંત છે.
સૌ હિસાબો ચૂકતે, પણ એક બાકી ચોપડે, બાપની ભીની નજરને એમ ઢાંકી ચોપડે.
હતું સૌ ઝેર જીવનમાં, હસું તારું દવા જેવું, થયું આ દર્દ પણ આખર મને પ્યારું દવા જેવું.
ચાહના મારી હતી પણ વાતમાં કહ્યું નહીં, આંખ ભીની થાય, તોયે રાતમાં કહ્યું નહીં.
નિરાશાના સમયમાં હૂંફની બે વાત પૂજા છે, કણસતા કોઈ દરદીની ઉજાગર રાત પૂજા છે.
લાલ બત્તી, સાયરન ને શેઠ આવ્યા દર્શને, ધૂપમાં ઊભેલ ભક્તોને હટાવ્યા દર્શને.
રાતભર જાગ્યા પછી આ આજ રૂપાળી સવાર, બાળ મારું આંખ ખોલે, ત્યાં જ સુંવાળી સવાર.
છોડવું પડશે બધાને એક દી’ તનથી અલગ, તો પ્રથમ શીખી લઉં હું જીવવું મનથી અલગ.