← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા જેવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી ઈશ્વર કશે બીજો, ન બીજું રૂપ મા જેવું,
સહે સઘળું, રહે મૂંગું, નથી કો ચૂપ મા જેવું.

તરસને નીર દેતું, ને ન માગે કંઈ બદલામાં,
હતું ત્યાં ગામ વચ્ચે એક જૂનું કૂપ મા જેવું.

ગયો પરદેશ, ત્યાં ખાધાં ઘણાં પિઝ્ઝા અને બર્ગર,
છતાં ક્યાંયે ન પીધું, દાળનું એ સૂપ મા જેવું.

ઘણાં સિંહાસનો જોયાં, ઘણા દરબાર જોયા મેં,
નથી એકે મુગટધારી, નથી કો ભૂપ મા જેવું.

‘પરાગે’ મ્હેક ચાખી છે, જગતના સૌ બગીચાની,
નથી અત્તર, નથી ફૂલો, નથી કો ધૂપ મા જેવું.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માતૃપ્રેમ #મમતા #ઘરનોસ્વાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersLove #NoOneLikeMother #HomeCooking #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનિરાકારને ધારવાની ભૂલઆગલો લેખ →કંકોતરી