દુલારી ગઝલ
હજી આંખ ખોલે દુલારી ગઝલ,
રડે, તોય લાગે તમારી ગઝલ.
નથી શબ્દનાં વસ્ત્ર એને હજી,
ઉઘાડી, છતાં ના બિચારી ગઝલ.
મળી દાદ સો ને સભા ગાજતી,
ઘરે જઈ ગણે છે ઉધારી ગઝલ.
નિયમ મા કદી ના ભણી, તોય પણ
સુરીલી હતી એ અમારી ગઝલ.
પરાગે ન દીધાં ઘરેણાં કશાં,
રહી સાદગીની ખુમારી ગઝલ.
– પરાગ રતનપરા
#ગઝલ #સર્જન #કવિતા #સાદગી #હાલરડું #પરાગરતનપરા
#GujaratiGhazal #BirthOfAPoem #CreativeProcess #Simplicity #PoetsLife #ParagRatanpara