પરપોટો
બાળકે
સાબુના પાણીમાં
સળી બોળી,
ફૂંક મારી —
એક પરપોટો ઊડ્યો.
એમાં
આખું આંગણું દેખાયું,
લીમડો, તડકો,
ને ઊંધું આકાશ.
બાળક તાળી પાડે
ત્યાં જ
પરપોટો ફૂટ્યો.
બાળક રડ્યું નહીં.
ફરી સળી બોળી,
ફરી ફૂંક મારી.
હું ઓસરીએ બેઠો બેઠો
વિચારું છું:
ઈશ્વર પણ
કદાચ
આવું જ રમતો હશે —
ફૂટવાની ચિંતા કર્યા વિના,
ફરી ફરી
ફૂંક મારતો.
– પરાગ રતનપરા