છૂંદણું
ગયું રૂપ, ને પ્રેમનું છૂંદણું,
હજી હાથમાં નેમનું છૂંદણું.
ગયાં ઝાંઝરાં, બંગડી ને કડી,
હવે માત્ર એ ક્ષેમનું છૂંદણું.
ઘરેણાં ગયાં વેચવામાં બધાં,
ન વેચાય, એ હેમનું છૂંદણું.
જુએ બા, નવું ચિત્ર પૌત્રી કને,
હસીને કહે: ‘ગેમનું છૂંદણું!’
‘પરાગે’ લખી જે ગઝલ, એ જુઓ,
બધા શબ્દ પર એમનું છૂંદણું.
– પરાગ રતનપરા
#ગઝલ #છૂંદણું #દાદી #પ્રેમ #પેઢીઓ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tattoo #GrandmothersLove #Generations #EternalMarks #ParagRatanpara