← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સિત્તેર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણે નક્કી કર્યું
કે સિત્તેરે
માણસે
ભજન ગાવાં, ગીતા વાંચવી,
ને ખૂણામાં બેસી
સૌને આશીર્વાદ આપવા?

મારે તો હજી
દરિયામાં પગ બોળવા છે,
પતંગ ચગાવવો છે,
ને ઊતરાણે
પડોશીનો પેચ કાપીને
‘કાઈ પો છે!’
બૂમ પાડવી છે.

ડૉક્ટર કહે છે,
મીઠું ઓછું, ગળપણ ઓછું,
દોડવું નહીં.

હું કહું છું,
જીવન ઓછું ના કરો, ડૉક્ટર,
બાકીનું
તમે કહો તેમ ઓછું કરું.

ગઈ કાલે
પૌત્રીએ પૂછ્યું,
‘દાદા, તમે કેટલા વરસના?’
મેં કહ્યું,
‘સિત્તેર — તને ગણતાં આવડે તો.’

એ હસી.
એના હાસ્યમાં
મારી ઉંમર
સાત વરસની થઈ ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકષ્ટભંજનઆગલો લેખ →છૂંદણું