દરિયા સુધી
પર્વતેથી નીકળી, બસ દોડવું દરિયા સુધી,
ગામ, ખેતર, ઘાટ, મંદિર જોડવું દરિયા સુધી.
ચાંદની રાતે, નદી જ્યારે વહે છે મૌનમાં,
આભ આખું તારલાનું ઓઢવું દરિયા સુધી.
ખેતરે જઈ, બીજને પાણી ધરીને પ્રેમથી,
ને ધરાની કૂખમાંથી ફોડવું દરિયા સુધી.
શ્રાવણે ગાંડી બને, ના કોઈનું પણ સાંભળે,
પાળ, પુલ, ને બંધ સઘળું તોડવું દરિયા સુધી.
આ ‘પરાગે’ ફૂલ મૂકી, જળ કને માગ્યું હતું:
‘મ્હેક મારી, હે નદી, ના છોડવું દરિયા સુધી.’
– પરાગ રતનપરા
#ગઝલ #નદી #યાત્રા #પ્રકૃતિ #જીવનપ્રવાહ #પરાગરતનપરા
#GujaratiGhazal #RiverJourney #FlowOfLife #Nature #ToTheSea #ParagRatanpara