ચોપડે
સૌ હિસાબો ચૂકતે, પણ એક બાકી ચોપડે,
બાપની ભીની નજરને એમ ઢાંકી ચોપડે.
દીકરીના લગ્નનું દેવું હજી પણ ચાલતું,
વ્યાજના આંકે હજી મા રોજ તાકી ચોપડે.
ટેક્સવાળો પૂછતો: ‘ક્યાં છે કમાણીનો હિસાબ?’
મેં બતાવ્યા શેર ને બે જામ, સાકી, ચોપડે!
આખરી પાને પિતાના હાથથી લખ્યું હતું,
એક આશીર્વાદ, સૌ માટે જ આંકી ચોપડે.
આ ‘પરાગે’ જિંદગીભર ગણતરી કીધી ઘણી,
તોય સરવાળે પડી’તી રેખ વાંકી ચોપડે.
– પરાગ રતનપરા
#ગઝલ #હિસાબ #પિતા #જીવન #સરવાળો #પરાગરતનપરા
#GujaratiGhazal #LedgerOfLife #Father #Debts #LifesAccount #ParagRatanpara