સફરમાં
હતા સાથ, તોયે પરાયા સફરમાં,
અમે મૌન ઓઢી ઘવાયા સફરમાં.
વચે એક બારી હતી, ને છતાં પણ
જુદાં દૃશ્યમાં સૌ ભુલાયા સફરમાં.
હતી સીટ પાસે, હતો હાથ પાસે,
છતાં બે અલગ ઘર ચણાયા સફરમાં.
પછી એક ઝોકું, ખભે એક માથું,
બધા ભેદ ત્યાં ઓગળાયા સફરમાં.
પરાગે ન જોયાં ઘણાં સ્ટેશનોને,
ખરા સાથમાં બે સમાયા સફરમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #મૌન #સફર #સહજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Marriage #SilentJourney #Companionship #TrainOfLife #ParagRatanpara