← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીંત છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપના આંગણ વચોવચ આજ ઊંચી ભીંત છે,
એક માટી, એક ભઠ્ઠી, તોય કાચી ભીંત છે.

બા રહે છે કઈ તરફ? એ પ્રશ્ન પૂછો તો જરા,
કાળજાની આરપાર જ આજ ખેંચી ભીંત છે.

આ તરફ તુલસી રહી, ને લીમડો પેલી તરફ,
ગંધને છાંયો ન રોકે, સાવ નીચી ભીંત છે.

બાળકો તો ફૂદકીને આ તરફ આવી ચડે,
આપણી આંખે જ ઊગી, એ જ સાચી ભીંત છે.

આ ‘પરાગે’ ઈંટ એકાદી ખસેડી જોઈ ત્યાં,
વાત આ ઘરથી તરત બીજે પહોંચી, ભીંત છે?

– પરાગ રતનપરા

#ગઝલ #ભાઈભાગ #વહેંચણી #મા #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #DividedHome #BrothersApart #MothersHeart #WallsWithin #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘર હતુંઆગલો લેખ →ઉઝરડા