ઊંચકું છું
પડેલી શિલાઓ ફરી ઊંચકું છું,
સવારે વ્યથાઓ ફરી ઊંચકું છું.
હતા બાપ-દાદા, હતો એ જ પથ્થર,
હવે એ કથાઓ ફરી ઊંચકું છું.
ફરી સોમવારે નવી ફાઇલો લઈ,
પુરાણી સજાઓ ફરી ઊંચકું છું.
ગબડતી શિલા ને ભલે હાંફતો હું,
મળેલી દુઆઓ ફરી ઊંચકું છું.
ભલે કાળ ભૂંસે ‘પરાગે’ લખેલું,
ગઝલની ઋચાઓ ફરી ઊંચકું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #સિસિફસ #સંઘર્ષ #પુનરાવર્તન #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Sisyphus #EndlessStruggle #Persistence #Resilience #ParagRatanpara