સખા
ઘડીમાં રડાવે, હસાવે સખા,
રિસાઉં, ફરી તું મનાવે સખા.
ભલે દોર તારા જ હાથે બધી,
મને જેમ ગમતું, નચાવે સખા.
હતી નાવ તૂટી, હતું પૂર પણ,
ખબર ના પડે, ક્યાં બચાવે સખા.
કદી ભૂખ આપે, કદી ઊંઘ ના,
મને મશ્કરીમાં સતાવે સખા.
‘પરાગે’ ઘણાં ગીત ગાયાં, છતાં
મને નામ મારું ભુલાવે સખા.
– પરાગ રતનપરા
#ગઝલ #કૃષ્ણ #સખાભાવ #ભક્તિ #લીલા #પરાગરતનપરા
#GujaratiGhazal #KrishnaAsFriend #Devotion #DivinePlay #Bhakti #ParagRatanpara