← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊગશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ભસ્મ ખેતર, ફરી ઊગશે,
બધાં પાંદડાં પણ ખરી ઊગશે.

શહીદો મરે છે? ન માનો કદી,
બની ધાન, માટી, મરી ઊગશે.

હતી નાવ જે નીરમાં ગરક થઈ,
કમળ થઈ, હવે એ તરી ઊગશે.

અહીં આંસુ મારું ટપકતું હતું,
હવે ત્યાં ગુલાબી પરી ઊગશે.

‘પરાગે’ ભલે મ્હેક વેરી બધી,
કદી શબ્દ થઈને ઝરી ઊગશે.

– પરાગ રતનપરા

#ગઝલ #આશા #પુનર્જન્મ #અંકુર #શહીદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Rebirth #Sprouting #Resilience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરસ્તે રઝળતી વારતાઆગલો લેખ →પહેલો કાગળ