← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓ કાના!

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિહાળે છે હજી રાધા નદીનો ઘાટ, ઓ કાના!
તમે ક્યાં છો? અમે તો રોજ જોતાં વાટ, ઓ કાના!

બધાં માખણ, બધાં મટકાં, બધી ગાયો તમારી છે,
છતાં ખાલી ધરી બેઠી ગવાલણ હાટ, ઓ કાના!

હતી બંસી, હતા ઘૂઘર, હતા રણકા, હતો મેળો,
ગયા મથુરા, હવે ઘૂઘર ઉપર છે કાટ, ઓ કાના!

તમે રાજા થયા, ને સો ગણી રાણી મળી, તોયે
કહો, રાધા વિના ઝાંખો નથી શું થાટ, ઓ કાના?

પરાગે એટલું માગ્યું: બનું બંસી તણું પોલું,
ભરો ત્યાં શ્વાસ, તો મનમાં રહે ન ઉચાટ, ઓ કાના!

– પરાગ રતનપરા

#ગઝલ #રાધાકૃષ્ણ #વિરહ #બંસી #ગોકુળ #પરાગરતનપરા
#GujaratiGhazal #RadhaKrishna #DivineLonging #Flute #Gokul #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગલગોટાઆગલો લેખ →હથેળી