← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખમાં એની સ્વયંનું રૂપ જોવું, પ્રેમ છે,
ને પછી એના વિરહમાં ચૂપ રોવું પ્રેમ છે.

મેળવે છે સૌ જગતમાં, ને ભરે ઘરમાં ઘણું,
જાતને પણ કોઈ માટે સાવ ખોવું, પ્રેમ છે.

બાપ જાણે બાળ થઈ, સૂતા પથારીમાં હવે,
એમનાં કપડાં ઘરે છાનાં જ ધોવું, પ્રેમ છે.

ભેટ, ફૂલો, પત્ર, વાદા, ગીત, સઘળું ઠીક છે,
માત્ર એના સાથમાં ચુપચાપ હોવું પ્રેમ છે.

ફૂલ બોલ્યું, ને ‘પરાગે’ કાન દઈને સાંભળી:
શ્વાસમાં એના સુગંધી થઈ પરોવું, પ્રેમ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સેવા #સાથ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatIsLove #SilentCare #Togetherness #Devotion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમુસાફરીઆગલો લેખ →સાચ છે