← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મુસાફરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી પાસે
ન સુકાન,
ન હલેસાં,
ન લંગર.

બસ, એક નાવ છે
ને એક નદી —
સ્વભાવની.

ક્યારેક
એ મને
ગુસ્સાના ધોધ તરફ લઈ જાય,
ક્યારેક
ઉદાસીના
સ્થિર ઊંડા ધરામાં
ગોળ ગોળ ફેરવે.

પહેલાં હું
નદી સાથે ઝઘડતો,
હાથથી
પાણી પાછું ધકેલતો.

હવે
નાવમાં સૂઈ જાઉં છું,
આકાશ જોઉં છું,
ને
નદીને કહું છું —
‘તું જ્યાં લઈ જા,
ત્યાં
કોઈક કિનારો
તો હશે જ.’

ગઈ કાલે
એક કિનારે
નાવ અટકી.
ત્યાં
એક બાળક
કાગળની હોડીઓ
તરાવતું હતું.

એ મારી સામે હસ્યું,
જાણે કહેતું હોય,
‘આવો,
તમે મોડા પડ્યા.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાળાઆગલો લેખ →પ્રેમ છે