આ ટેગ સાથે 500 લેખ · પાનું ૭ / ૧૦
ફોનનું ચાર્જર નથી, ને વાયરોનું ઝાડ છે, બારણાં તૂટી ગયાં, ત્યાં દોરડાની વાડ છે;
રોજ ઊઠીને ખુશી લખજે સમયના કાગળે, આ જ પ્હેલી શરત, બીજું તો બધું આપે મળે;
ગયા જે, ફરી ક્યાં મળાતું નથી, વિદાયે ગળેથી કહાતું નથી;
હાસ્યના પડદે છુપાવી આંસુઓની વાત મેં, રાતભર જાગ્યો, સવારે ધોઈ નાખી રાત મેં;
બીજ વાવું ખેતરે, વરસાદ તો દે ઈશ્વરે, છોડ સીંચું હાથથી, પણ રંગ તો મોસમ ભરે;
વિશ્વનું સારું થજો, એ મેં પ્રથમ માગી દુઆ, ને પડોશી આગળે ના જાય, એ માગી દુઆ;
હવા જેમ વાળે, વળું એમ હું તો, ઢળે ઢાળ જેવો, ઢળું એમ હું તો;
માસ્ક પાછળ મ્હોં છુપાવ્યાં, બંધ કીધી જાત પણ, સાવ ખાલી માર્ગ જોયા, સાવ સૂની રાત પણ;
રંગથી ભીંજાઈ જાતાં ગામ, શેરી, ગાલ પણ, ને ગુલાબી થઈ જતું’તું માવડીનું વ્હાલ પણ;
નોટ પર ગાંધી હસે, ને એ જ નોટે લાંચ છે, પૂતળું ઊભું ઉદાસી, કાચમાં પણ ખાંચ છે;
હજી પાંખમાં જોર છે, આભ બાકી, હજી આંખમાં કેટલાં ખ્વાબ બાકી;
કોઈ ભૂખ્યાને જમાડી દઈ શકું, તો બસ ઘણું, કોઈ રડતાને હસાવી દઈ શકું, તો બસ ઘણું;
દાવ ખોયા છે ઘણા, પણ જીવ તો હાર્યો નથી, કાળનો આદેશ પણ મેં આજ સ્વીકાર્યો નથી;
ઠેસ તેં દીધી હતી, તો પગ મહીં તાકાત છે, આંસુ તેં દીધાં હતાં, તો ગીતમાં સોગાત છે;
કામ ગમતું હોય તો લાંબો દિવસ પળ થાય છે, ને પસીનો પણ પછી ઝાકળ બની ટપકાય છે;
હું હસું છું તો ય એને મશ્કરી ના માનજે, સાથ ચાલું પગ મિલાવી, ચાકરી ના માનજે;
ભીંત જેવી રાત આવે, તો બનું હું બારણું, શીત થથરાવે બધાંને, તો બનું હું તાપણું;
દીપ ઝળહળતા બધે ને બારસાખે તોરણાં, માવડી લેતી ઉમંગે સૌ તણાં ઓવારણાં;
તું નથી પાસે, છતાં પગરવ તમારો થાય છે, ચા બનાવું બે કપે, ને એક ઠંડી થાય છે;
નવું વર્ષ આંગણ નવી ભાત લાવે, પુરાણા અબોલા ઘડીમાં મિટાવે;
કેટલાં વર્ષો ગયાં, પણ યાદ તો અકબંધ છે, નામ પણ ના, તો ય કેવો આ મધુર સંબંધ છે;
રાત કાળી, દૂર રસ્તો, તું જ મન અજવાળજે, શ્વાસનો દીવો ઠરે ના, વાટને સંભાળજે;
ઘડી બેઘડીનું મિલન પણ ઘણું છે, હૃદયમાં તમારું સ્મરણ પણ ઘણું છે;
મેઘ આવ્યો, ને રસોડે તેલ થઈ ગ્યું છે ગરમ, બા કહે: ‘ભજિયાં બનાવું, ના કરો થોડી શરમ’;
બાપ તો તડકો બની ગ્યો, ઘર અમારું છાંય છે, ના કદી ફરિયાદ એણે, થાક એને ક્યાંય છે?
ડૉલરો આવ્યા ઘણા, ને બૅન્ક પણ છલકાય છે, પણ વતનની ધૂળ ક્યાંયે મૉલમાં વેચાય છે?
મા નથી, પણ ઓરડેથી રોજ ખાંસી સાંભળું, રોટલીનો કોળિયો લઈ, આજ પણ પાછો વળું;
દોસ્ત એવો જોઈએ, જે ભૂલ પર ટોકી શકે, ને પડું જો ખાઈમાં, તો હાથ લઈ રોકી શકે;
લાગણી પણ જિંદગીમાં એક ભીનો ભાર છે, એ જ હૈયાને વહેરે, એ અદીઠી ધાર છે;
આભથી મોતી સમાં ફોરાં ઝરે છે આંગણે, વાડમાં ખેડૂ હસે ને ધૂળ મ્હેકે ખેતરે;
તું ગઝલ, ને હું કલમ, તું સૂર, ને હું વાંસળી, તું વસંતી ફૂલ, ને હું ડાળ જે મ્હોરી, ફળી;
જિંદગીનો ભાગ અડધો ઊંઘમાં ને ખાટમાં, ને બચેલો ભાગ અડધો દોડમાં ને હાટમાં;
ગૂગલે આખા જગતની સૌ વિગતની જાણ છે, ક્યાં નદી દરિયે મળે છે, ક્યાં રતનની ખાણ છે;
કેટલાં હાથે મળીને શબ્દનો દીવો બળે, કોઈ વાંચે, કોઈ ગાયે, કોઈની આંખો ઢળે;
લગામો હાથમાં એના, ભલે રથ હું ચલાવું છું, દિશા એની, ધરી એની, છતાં નામે ગણાવું છું;
ફાઈલોમાં હું દટાયો, જિંદગી બારી બહાર, રોજ ટહુકો સાદ દે, ને હું ગણું બેઠો પગાર;
અમારે ઘરે રોશની છે અપાર, રમે ફૂલઝર, ને ફટાકા હજાર;
પાન પર ઝાકળ ઝગે, ને સૂર્ય એમાં ઝળહળે, એક ટીપામાં જુઓ, આખું ગગન કેવું ભળે!
ચાંદ ધ્રૂજે જળ મહીં, તો ત્યાં ય કૈં થાતું હશે, ક્યાંક એનું મન ય મારી જેમ અકળાતું હશે;
ઢળી ચાંદની ચૈત્રની આજ રાત, ઝરે મ્હેક, ઝરમર ઝરે વાત વાત;
હતું એક ચુંબન તમારું કપાળે, હજી ત્યાં જ સૂરજ સવારે ઉજાળે;
બાપુ ઊભા ચોકમાં, ને હાથમાં છે લાકડી, શીશ પર બેસે કબૂતર, ધૂળની ચાદર ચડી;
નથી સુખ મળે ક્યાંય મોંઘી દુકાને, ન સોને, ન હીરે, ન ઊંચા મકાને;
ઘાવ પર હસતો હતો, તો લોક બોલ્યા: ‘સુખ હશે,’ ફૂલ પર રડતો હતો, તો લોક બોલ્યા: ‘દુખ હશે.’
હાથમાં જે રેત રાખી, એ જ સરકી જાય છે, જેટલી ભીંસું હથેળી, આયખું ખરડાય છે;
હાથ ખાલી, પેટ ખાલી, તોય માથે તાજ છે, કાંઈ ખોવાનો ન ડર, ને ના કશાની લાજ છે;
આગળે મૂકો મને તો કોઈ કિંમત ના રહે, પાછળે મૂકો, દસગણું મૂલ્ય મારામાં વહે;
ટકોરા વગર એક ક્ષણ ત્યાં ખડી છે, હૃદયમાં હજી મ્હેકતી એ ઘડી છે;
તને ‘હા’ કહું તો ય તું ‘ના’ જ બોલે, તને ‘ના’ કહું તો ય હૈયું ય ડોલે;
મેહ વરસે છે ધરા પર, ને તરસ આ દેહની, ક્યાં બુઝાવે કોઈ વાદળ, આ તરસ તો સ્નેહની?