← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માની ખાંસી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા નથી, પણ ઓરડેથી રોજ ખાંસી સાંભળું,
રોટલીનો કોળિયો લઈ, આજ પણ પાછો વળું;
સાંજ ઢળતાં એમ લાગે, એ હજી ઊભી હશે,
ઉંબરે દીવો ધરી, ને હું ય રડતો ઓગળું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલીમડાની આડશેઆગલો લેખ →ક્યાં જડે