← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેહ વરસે છે ધરા પર, ને તરસ આ દેહની,
ક્યાં બુઝાવે કોઈ વાદળ, આ તરસ તો સ્નેહની?
ખેતરે તો મોલ ઊગ્યા, ઝાડ પણ લીલાં થયાં,
આંખમાં ઊગી નથી એકે ય કૂંપળ નેહની.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાંજનાઆગલો લેખ →માળા