← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હજી બાકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી પાંખમાં જોર છે, આભ બાકી,
હજી આંખમાં કેટલાં ખ્વાબ બાકી;
ભલે કેશ ધોળા, ભલે ચાલ ધીમી,
હજી જિંદગીનો ઘણો લાભ બાકી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભાઈબંધ વરસાદઆગલો લેખ →હસ્તરેખા