← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોકના બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ ઊભા ચોકમાં, ને હાથમાં છે લાકડી,
શીશ પર બેસે કબૂતર, ધૂળની ચાદર ચડી;
વર્ષમાં બે વાર નેતા, હાર સાથે, આવતા,
ને અહિંસા ચોકના ખૂણે ભિખારી થઈ પડી.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખગરીબી છેઆગલો લેખ →સમજ્યા