સમજ્યા
નજર એક નાખી, ઇશારો સમજ્યા,
ઢળી લટ પવનમાં, સહારો સમજ્યા.
હલાવ્યો હતો હાથ, જે અન્ય માટે,
અમારા જ માટે પુકારો સમજ્યા.
હતું નામ રેતી ઉપર કોતરેલું,
અમર પ્રેમનો એ ઉતારો સમજ્યા.
ગયાં એ, કહી ‘આવશું આ દિવાળી’,
અમે તો નસીબે સિતારો સમજ્યા.
પરાગે ભ્રમોમાં ગુજારી જવાની,
વમળને ય અંતે કિનારો સમજ્યા.
– પરાગ રતનપરા
#ગઝલ #ભ્રમ #એકતરફીપ્રેમ #પ્રતીક્ષા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Misunderstanding #OneSidedLove #FalseHope #Longing #ParagRatanpara