← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઈશ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરો શોધ્યાં ઘણાં, પણ એ દયામાં ઈશ છે,
ક્રોધ સામે હાથ જોડે, એ ક્ષમામાં ઈશ છે.

રાત અડધી, ગામ છેટું, તોય એ વૈદો ગયા,
મફતમાં ભરપૂર મમતાથી દવામાં ઈશ છે.

રાહમાં બેઠો ફકીરો, ‘ખુશ રહો’ સૌને કહે,
વાટકો ખાલી છતાં જે, એ દુઆમાં ઈશ છે.

ખેતરે હળ હાંકતો, ને ગીત ગાતો જે મથે,
એ પસીને ભીંજતી, જે એ ધરામાં ઈશ છે.

આ પરાગે આરતી મૂકી, ઉઘાડ્યાં બારણાં,
ફૂલની ફોરમ ભરેલી એ હવામાં ઈશ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ઈશ્વર #સેવા #માનવતા #સાચીભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GodIsEverywhere #Compassion #Humanity #TrueDevotion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમજ્યાઆગલો લેખ →ડબ્બામાં