← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગરીબી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણું સોનું, ઘણા હીરા, તિજોરીમાં ગરીબી છે,
ભલે ઝળહળ ઝરૂખા, પણ હવેલીમાં ગરીબી છે.

કરોડોનો ધણી બેટો, નથી માની ઘડી પાસે,
જુઓ કેવી અનોખી આ અમીરીમાં ગરીબી છે.

ધરે ખાનું ઉઘાડું ત્યાં, સહી ભેગી રકમ માગે,
પગારો તો ઘણા મોટા, કચેરીમાં ગરીબી છે!

ઘરે ગાડી, વિદેશો ને ઘણી પાર્ટી, ઘણા નોકર,
મળે ના બાળને મમ્મી, નવાબીમાં ગરીબી છે.

પરાગે ઝૂંપડે જોયું, હતો મેળો, હતી મ્હેફિલ,
અને ધનવાનની મોંઘી ઉજાણીમાં ગરીબી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ગરીબી #અમીરી #લાંચ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PovertyOfHeart #RichButPoor #Bribery #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમીરાંની વાટઆગલો લેખ →ચોકના બાપુ