← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીરાંની વાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મહેલ મેલ્યો, મેડી મેલી, મેલ્યો રાજનો ઠાઠ,
ગિરધર મારો હાથ ઝાલે, હું ચાલી એની વાટ.

ઝેરનો પ્યાલો રાણે મોકલ્યો, મેં અમરત માની પીધો,
લોક કહે: ‘એ ગાંડી,’ મેં તો ગાંડપણમાં પ્રભુ લીધો;
લાજ-શરમનાં બંધન તોડ્યાં, તોડી કુળની ગાંઠ…
મહેલ મેલ્યો…

એકતારો ને કરતાલ, મારે એ જ ઘરેણાં,
સાધુ-સંતનો સંગ, ને નેણે શ્યામનાં જ સપનાં;
દ્વારિકાની ગલીએ ગલીએ ગાઉં એનો પાઠ…
મહેલ મેલ્યો…

પરાગ કહે: મીરાં તો જાણે ફૂલની ખુલ્લી કળી,
મ્હેક એની ગિરધર સુધી પવન સંગાથે વળી;
પ્રેમ કરે તે પાછું ન જુએ, ના ગણે કોઈ ઘાટ…
મહેલ મેલ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમનમાંઆગલો લેખ →ગરીબી છે