મનમાં
સભામાં નજર ફેરવે, પ્રીત મનમાં,
હસે બ્હાર, ને ગણગણે ગીત મનમાં.
‘નથી યાદ તું’ — એ લખે સ્ટેટસે, પણ
હજી રિંગટોનું ય સંગીત મનમાં.
ફગાવે બધાં દેખતાં પત્ર મારો,
પછી રાતભર વીણતી, મીત મનમાં.
મળે તો અજાણ્યા સમી થઈ જતી એ,
વિદાયે રડે, શું અજબ રીત મનમાં!
પરાગે ભલે હાર માની જગતમાં,
હસી એ જરા, તો મળી જીત મનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #છુપોપ્રેમ #રિસામણાં #પ્રીત #પરાગરતનપરા
#GujaratiGhazal #SecretLove #ProudBeloved #UnspokenFeelings #Romance #ParagRatanpara