← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝગે છે રોશની, ભીડો, છતાં આ નગર ખાલી છે,
હસે છે હોઠ, ઝૂલે હાથ, ને આ નજર ખાલી છે.

ઘણા દરિયા, ઘણા ડુંગર, ઘણાં સ્ટેશન, ઘણી ગાડી,
ન સાથી કોઈ સંગાથે, પછી આ સફર ખાલી છે.

હજારો દોસ્ત ફોનોમાં, ઘણા સંદેશ રોજે રોજ,
ન મળતું ‘કેમ છો?’ સાચું, બધી એ ખબર ખાલી છે.

સવારે ચા, બપોરે ઊંઘ, ને સાંજે ગણું તારા,
હવે ઘરડા દિવસનો તો બધો આ પ્રહર ખાલી છે.

પરાગે સો દુઆ માગી, ઘણી બાધા, ઘણી માળા,
હૃદય ખાલી હતું, તેથી દુઆની અસર ખાલી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખાલીપો #એકલતા #શહેરીજીવન #આધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Emptiness #Loneliness #ModernLife #HollowPrayers #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોત પણઆગલો લેખ →મનમાં