આ ટેગ સાથે 500 લેખ · પાનું ૫ / ૧૦
નવા ટાણે મસીહા એક ગામેગામ આવે છે, દરદ સૌનાં મટાડે, એ દવા સાથે જ લાવે છે;
આંખમાં કરુણા, અધર પર હાસ્ય એ શણગાર છે, ના ઘરેણાં કે ન મેંદી, ના કશાનો ભાર છે;
અંધકારે છું ભટકતો, એક તારો તો બતાવ, એક ડગલું બસ દિસે, એવો ઇશારો તો બતાવ;
ભક્ત આવ્યો મંદિરે, ભગવાન સામે શાનથી, હાથ તો જોડ્યા નહીં, ખેંચી છબી બસ ધ્યાનથી;
ઘડી ડાળ પર, તો ઘડી આભ ફરતું, ઘડી રાગમાં, તો ઘડી ત્યાગ કરતું;
રાહ ના દેખાય તોયે પગ ઉપાડી ચાલ તું, પથ્થરો આડા પડે તો એમને દે વ્હાલ તું;
ન દીવો હાથમાં આપ્યો, ન રસ્તો પણ બતાવ્યો’તો, છુપાયો સૂર્ય મારામાં, હતો, એણે જગાવ્યો’તો;
ભલે રીસ, ગુસ્સો, જરા બોલ આજે, ભરી જે પટારી, હવે ખોલ આજે;
ઉડી સાંજે ચકી, ને લાલ સૂરજને ઉપાડ્યો’તો, સમંદરના ભરે મોજે, ચકીએ એ ડુબાડ્યો’તો;
નથી જળ, તોય નૌકા રેતમાં હું રોજ હંકારું, ન કાંઠો, ના દિશા, તોયે સફરને હું જ સ્વીકારું;
ભલે રાત લાંબી, ભલે શ્વાસ ભારે, ભલે આંખમાં આંસુ ઝૂલે કિનારે;
જે થયું, એ થઈ ગયું, ના રો હવે ઇતિહાસ પર, કાલનાં પાનાં લખી દે, આજના વિશ્વાસ પર;
ભલે તૂટ્યો, ભલે હાર્યો, ભલે રસ્તો ગયો ભૂંસાઈ, ફરીથી બીજ વાવું છું, મળે એને નવી ઊંચાઈ;
યંત્રના પડદે હવે ધબકાર ઝૂલે રાતભર, ડૉક્ટરો સૌ એમ બોલે: ‘ઠીક છે, ચિંતા ન કર’;
એક કપ ચા, બે જણાં ને એક ભીની રાત બસ, ના વચન, ના કોલ, બસ નાની અમસ્તી વાત બસ;
ફોનમાં સો ફિલ્ટરોથી રોજ સેલ્ફી હું લઉં, ‘વાહ’ આવે, ‘હાર્ટ’ આવે, ફૂલ જેવો હું થઉં;
તું હસે ત્યાં શબ્દ ફૂટે, તું રડે ત્યાં ગીત છે, તું ન બોલે તો ય ભીતર ગુંજતું સંગીત છે;
દીવડો ને જ્યોત જેવો બેઉ જણનો સાથ હો, તાપમાં કે છાંયડામાં, હાથમાં બસ હાથ હો;
રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા, ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
ન નામે, ન ઠામે, ન ઓળખ કશી, વિના શબ્દ મૌને જ બેઠો વસી;
આજ કવિતાનો દિવસ છે, ફોન પર કવિઓ બધા, ‘વાહ’ લખતા એકબીજાને ‘હૃદય’ દેતા સદા;
કથા આપણી, હું કહું, તું સુણે, અધૂરી રહે, તોય પૂરી ગણે;
વચન જો સરે, તો ન પાછું ફરે, ભલે લાખ મનમાં પછી કરગરે;
આંસુઓને રોક થોડી વાર, જોવા દે મને, આખરી આ પળ તમારામાં જ ખોવા દે મને;
વીજળી જ્યાં જાય, ત્યાં બા દીવડો લઈ આવતી, કોડિયાના તેજમાં એ વારતા સમજાવતી;
નથી બંધ સંબંધના કોઈ ધાગે, છતાં તું વિના જીવ ક્યાંયે ન લાગે;
એક સપનું રાતભર બેઠું હતું પાંપણ ઉપર, આંખ ખોલી, ત્યાં જ દરિયો થઈ વહે એ ગાલ પર;
કંકુનાં પગલાં ભરીને, એક વહુ આવી ઘરે, ઓરડામાં, ઓસરીમાં, જ્યોત ઝળહળતી ઝરે;
બળે આગ થઈ તું, ઠરું હું ય પાણી, અમે બેઉ ભેગાં થયાં, ને ઉજાણી;
છાપરે પતરાં ચડાવ્યાં, પાળ બાંધી મેં બધી, રાતભર વરસાદ તૂટ્યો, ઓરડે આવી નદી;
છીપમાં પૂરાઈને, મૂંગા રહી, રેતી ખમી, દર્દ ઘૂંટ્યું રાતદિન, ના આંખ પણ એની નમી;
હું જ મોટો, હું જ સાચો — એ જ તો તાળું હતું, હાથમાં દીવો હતો, પણ ઘર બધું કાળું હતું;
સાંજ ઢળતાં, ઓરડે પડદો જરા ઝૂલી ગયો, ચા ઠરી, ને હાથમાં પુસ્તક હતું, ભૂલી ગયો;
પ્રેમ પર પોથી લખી, ને લોક વાંચીને હસે, માસ્તરે પણ લાલ પેને ભૂલ પર લીટા ઘસે;
તને જોવા નયન ઝંખે, તને શોધે બધે પગલાં, ગલી સૂની, ઝરૂખો મૌન, ના ભાળું કશે પગલાં;
કલમ મારી હથેળીમાં ધબકતું એક હૈયું છે, લખું તો શ્વાસ લે છે એ, નહીં તો એ ઘવાયું છે;
શાંતિ ખિસ્સામાં હતી, ને શોધવા ફરતો બજાર, તીર્થ, દેવળ, આશ્રમોના દ્વાર પર લાંબી કતાર;
સવારે ઘંટનો રણકો, અઝાનો સાંજ ટાણે છે, અમારું ગામ બંનેને ખુદાનો સાદ જાણે છે;
મને મોઢે કહી દે તું, ભલે કડવું, ખરું સાચું, વખાણો મીઠડાં જૂઠાં, નથી ખપતું વચન કાચું;
ધોમ તડકે કામ કરતો, ના મળે ટીપું ય નીર, સ્વેદ પીને પણ ટકાવે એ મજૂરીનું ખમીર;
પ્રેમથી ‘દિલ’ શબ્દ મોકલ્યો, ગયો તો ‘દાળ’ છે! ‘વાળ’ થઈ ગ્યા ‘ગાળ’, કેવી ફોનની આ જાળ છે!
પરોઢે ઘાસ પર બેઠું, ઝગારા મારતું ટીપું, ગગન આખું, ઉષા, સૂરજ, હૃદયમાં ધારતું ટીપું;
વળે પંખી ઘરે પાછાં, ગગન લાલાશ પાથરતું, ઉડે ગોરજ, ઘરે દીવો, બધું યે ગામ ઝળહળતું;
શ્યામની લઈ વાંસળી રાધા જરા હઠમાં ચડી, ફૂંક મારી જોરથી તો સૂરની ચીસો પડી;
દર્દને જો ગાઈ લો, તો એ જ સાચું ગીત છે, આંસુને જે સૂર આપે, એ જ મોટી જીત છે;
પડી સાંજ ને હું ય આવ્યો ઘરે, હતાં બારણાં બંધ, તાળાં ખરે;
હું જ મારો પ્રશ્ન છું, ઉત્તર વિના રોયા કરું, હું જ તાળું, હાથમાં ચાવી છતાં ખોયા કરું;
આજ પી લે, કાલની કોને ખબર, સાકી ભરે, આ ઘડો માટી તણો, માટી મહીં પાછો ઠરે;
ના તિલક, ના આરતી, ના મંત્રના મોટા અવાજ, પ્રેમ જ્યાં પ્રગટે હૃદયમાં, એ જ છે સાચો રિવાજ;
હતું સ્વર્ણનું પાંજરું, કેદ પાંખો, મળે દાણ-પાણી, રડે બેય આંખો;