← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કલમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કલમ મારી હથેળીમાં ધબકતું એક હૈયું છે,
લખું તો શ્વાસ લે છે એ, નહીં તો એ ઘવાયું છે;
મને પૂછો નહીં, ‘શાને લખો છો રાતભર જાગી?’
ઉદાસીનું વજન કાગળ ઉપર મૂકી શકાયું છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાળપણનું ચિત્રઆગલો લેખ →પીડાને પત્ર