← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંધ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વળે પંખી ઘરે પાછાં, ગગન લાલાશ પાથરતું,
ઉડે ગોરજ, ઘરે દીવો, બધું યે ગામ ઝળહળતું;
ઝરૂખે બા, હથેળીમાં ફરે છે માળનો મણકો,
અને હોઠે ખુદાનું નામ, જાણે બાળ સમ રમતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસપનાનું ગામઆગલો લેખ →હીંડોળો