← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શાંતિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શાંતિ ખિસ્સામાં હતી, ને શોધવા ફરતો બજાર,
તીર્થ, દેવળ, આશ્રમોના દ્વાર પર લાંબી કતાર;
ગામમાં વડલા તળે બેઠો ઘડીભર જ્યાં, તરત
ભીતરેથી કોઈ બોલ્યું: ‘આ રહી, બસ બેસ, યાર!’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાઆગલો લેખ →ભીડ