← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરોઢે ઘાસ પર બેઠું, ઝગારા મારતું ટીપું,
ગગન આખું, ઉષા, સૂરજ, હૃદયમાં ધારતું ટીપું;
જરા જ્યાં તાપ લાગ્યો, ત્યાં હવામાં ઓગળી ચાલ્યું,
છતાં એ જિંદગી આખી પળે પળ તારતું ટીપું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફોન અને મૌનઆગલો લેખ →છલકાતી આંખ