← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાલ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાહ ના દેખાય તોયે પગ ઉપાડી ચાલ તું,
પથ્થરો આડા પડે તો એમને દે વ્હાલ તું;
એ જ પથ્થર એક દી પગથારનું ઘર થાય છે,
ચાલનારાનો જ રસ્તો છે, સમજ આ ખ્યાલ તું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાસંતી વાયરોઆગલો લેખ →મોબાઇલ મહારાજ