← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાન પર ઝાકળ ઝગે, ને સૂર્ય એમાં ઝળહળે,
એક ટીપામાં જુઓ, આખું ગગન કેવું ભળે!
ને સમંદર ગર્જના કરતો રહે છે રાતદિન,
સૂર્યને જે સાચવે, એ ભાગ્ય ટીપાને મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરેંટિયોઆગલો લેખ →છત્રી