← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફકીરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ ખાલી, પેટ ખાલી, તોય માથે તાજ છે,
કાંઈ ખોવાનો ન ડર, ને ના કશાની લાજ છે;
વાદ ના, વિખવાદ ના, ના ભાવતાલે બેસવું,
જે ક્ષણે શ્વાસો લઉં છું, એ જ મારું રાજ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆંસુ ને પાણીઆગલો લેખ →શૂન્ય