આ ટેગ સાથે 500 લેખ · પાનું ૮ / ૧૦
બંધ ઘડિયાળે ભલે થંભી ગયા કાંટા બધા, પણ સમયને ક્યાં ખબર? એ તો સરે છે સર્વદા;
‘જાવ’ બોલું તો રડું, ને ‘ના જશો’ બોલાય ના, ‘આવજો’ શબ્દે ય ભીની આંખ આ રોકાય ના;
તેગ તાણી જે ન જીત્યા, તે કલમ જીત્યા કરે, રાજવીના તાજ તૂટ્યા, શબ્દ તો ઊભા ખરે;
ઉધારી શ્વાસની લીધી, હિસાબે રોજ જીવું છું, ઉઘાડાં ફાટતાં સપનાં, ઉજાગર રાત સીવું છું;
દીકરીને પાંખ ને આકાશ બે દીધાં અમે, તોય સાંજે બારણે ઊભાં રહી ધ્રૂજ્યાં અમે;
ઘડી સામે મળી તું ને, વરસ લગ સૂર રણકે છે, હૃદયની વીણ ના છેડો, હજી તારો ય ધડકે છે;
આંખમાં ભીનાશ લઈને રોજ હસવાનું હતું, ભીડમાં પણ એકલા થઈ રોજ વસવાનું હતું;
ઉઘાડાં બારણાં-બારી, હવા પણ છે, ઉજાસો છે, છતાં ભીતર કશે ઊંડે અટકતો શ્વાસ ઓછો છે;
નોકરી માગે યુવાનો, હાથમાં ઝંડા મળે, ભીડ થઈ રેલી મહીં સઘળી જુવાની ઓગળે;
ડૂબતો મુજને નિહાળી, લોક કાંઠે થંભિયા, હાથ લંબાવ્યો નહીં, પણ ફોન સૌએ તાકિયા;
કાગળે લખતા હતા, પાછા જવાબો આવતા, વાટ જોતાં વર્ષ વીતે, તોય સૌ ના થાકતા;
રડી લીધું, હૃદય હળવું, હવે ઘટના ય ઝાંખી છે, ગયું તોફાન, કાંઠે માત્ર ભીની રેત રાખી છે;
કપાયું ઝાડ, બાકી ઠૂંઠ, તોયે માનતા માની, તરસ લઈ મૂળમાં ઊંડે, ગણે એ મેઘનું પાણી;
ચૂપ બેસી ઝેર પીવું, એ નથી કૈં સાધુતા, જીભ સીવીને સહે, એ નમ્રતા ક્યાં? દાસતા!
સત્ય લખતાં બીક લાગે, ને કલમ પણ ક્ષીણ છે, જૂઠ લખતાં લાજ આવે, બેઉ કાંઠે ખીણ છે;
કેસરી પૂરવ થયું ને આભ આખું લાલ છે, ઝાકળે ભીંજાઈ ઊઠ્યું ગામ આ ખુશહાલ છે;
નામ નોખાં લાખ છે, પણ એક છે સાચો ધણી, મંદિરે, મસ્જિદ, ગુરુદ્વારે ભલે વાતો ઘણી;
કાલની રાખે ભરેલી ઓસરી વાળી લઉં, આજના આ ઉંબરે બસ દીવડો બાળી લઉં;
વાંદરા શું મન સદા આ ડાળ પર ઝૂલ્યા કરે, ચાખતું ફળ, ફેંકતું, ને સૌ પછી ભૂલ્યા કરે;
કાલ જે ઊગ્યું હતું, એ આજ પણ વેરાય છે, રંગ બદલે છે ગગન, ને વાદળો ઘેરાય છે;
મંચ પર બેઠા મહાશય, હાર, શાલો ને ઇનામ, ને ગઝલમાં કાફિયા ચોરેલ છે સઘળા તમામ;
ફોનમાં ડૂબ્યાં અમે, ને ફોનમાં ડૂબ્યા તમે, એક થાળીમાં ભલે, પણ સ્ક્રીન સાથે સૌ જમે;
ધૂળમાં પગલાં પડે, તો વાયરો ભૂંસી શકે, રેતનાં પગલાં ય મોજું એક પળમાં લઈ શકે;
ગ્રીષ્મનો આ તાપ પણ વરસાદનો આધાર છે, પાનખરમાં જે ખરે, એ ફૂલનો શણગાર છે;
જે ઘડી લાગે બધું પૂરું થયું, ત્યાં થોભજે, રાત ચીરે જે કિરણ, એને જ પાછું ખોજજે;
બાપુના કાંધે ચડીને, હું ઘણો ઊંચો થયો, એ જરા ઝૂક્યા, અને ત્યારે જ હું મોટો થયો;
રક્તને ના જાત, ના કો ધર્મ, એ તો દાન છે, એક શીશીમાં ભરેલી કોઈની આ જાન છે;
ભીતરે આકાશ જેવું બારણું ખૂલી ગયું, એક પંખી મૌનનું ત્યાં પાંખ થઈ ઝૂલી ગયું;
સો સવાલો, ના જવાબો, કોયડો છે આદમી, ચોપડે સરકારના તો આંકડો છે આદમી;
લાખ તારા આભમાં, પણ આગિયો ઓછો નથી, સૂર્ય ઊગે, તોય ઘરનો કોડિયો ઓછો નથી;
ના કમળ છે, ના ગુલાબો, ના સુગંધી હાર છે, હાથમાં તો બસ ઉઝરડા, આંસુની બસ ધાર છે;
નિશાળેથી ભણી આવી, લખેલું નામ ટ્રેક્ટરનું, હરખથી દીકરે વાંચ્યું, સવારું આજ આ ઘરનું;
ઘણા બોલે, જગત આખું અગનમાં થઈ મરી જાશે, ઘણા બીજા કહે, ઠંડા બરફમાં એ ઠરી જાશે;
ઘર-સ્વજન માટે સદા તું રેશમી શો પ્યાર થા, આંખ ભીની કોઈની હો, તો પ્રથમ આધાર થા;
હાથ મેળવતા રહે છે, ભેટતા પણ રોજ સૌ, સ્ક્રીન પર હૈયાં ઉછાળે સ્માઇલીની ફોજ સૌ;
તમારા હાથમાં બાજી, અમારી હાર કે જીતો, બિછાવો જે ય પાનું, એ જ મારા ભાગ્યની રીતો;
સાંજ પડતાં એક થાળી આજ પણ વધતી રહે, ને ઝરૂખે એક દીવો રાતભર બળતો રહે;
હથેળીમાં તિરાડો છે, છતાં ઘર એ જ બાંધે છે, ફટેલી આંગળીઓથી નગરનાં સ્વપ્ન સાંધે છે;
પુસ્તકો વાંચી ઘણા પંડિત થયા આ ગામમાં, વેદ, ગીતા, ઉપનિષદ, સઘળું હતું એ નામમાં;
ઉઘાડો મને, હું ય પાનું બનું છું, ન વાંચો, બની ધૂળ, બસ હું રહું છું;
પ્રેમના મેસેજ સો સો મોકલે એ ફોન પર, સાત જન્મોનાં વચન, ને ગિફ્ટ લીધી લોન પર;
જામ ભર, સાકી! ઘડી બે, કાલની કોને ખબર? આજની આ ચાંદની, આ મોસમે કર તું નજર;
વસંતી પરોઢે ન આંખો ખુલાતી, ઝરૂખે સુણાતી ટહુકની પ્રભાતી;
જાન ચાલી, ઢોલ થંભ્યા, ઘર બધું સૂનું થયું, ઓસરીનો હીંચકો પણ સાવ ચુપ, જૂનું થયું;
તું હસે જેની તરફ, એ દેવ જેવો થાય છે, ને ગળામાં શબ્દ મારો સાવ થીજી જાય છે;
લાગણીના સગપણ ઝટ તૂટી ગયા, શબ્દના સૌ અરથ સાવ ખૂટી ગયા;
એક અફવા ઊડતી ને ગામમાં ફેલાય છે, સત્ય બેઠું કોર્ટમાં તારીખ લઈ, પરખાય છે;
હતો હું, હતી તું, થયા આપણે, પછી ક્યાંક ખોવાઈ ગ્યા આપણે;
ડૉક્ટરે યાદી લખી જે, એક પણ ના ભાવતી, ને ગમે તે ચીજ એના લિસ્ટમાં ના આવતી;
ભાગ્ય રૂઠે ભલે, જીવવું મોજમાં, ઝૂંપડી હો ભલે, ઝૂલવું મોજમાં;