દ્રાક્ષ
જે ઘડી લાગે બધું પૂરું થયું, ત્યાં થોભજે,
રાત ચીરે જે કિરણ, એને જ પાછું ખોજજે;
દ્રાક્ષ પણ વર્ષો સુધી અંધારમાં સડતી રહે,
એ પછી છલકાય પ્યાલે, એ ઘડીને પોંખજે.
– પરાગ રતનપરા
જે ઘડી લાગે બધું પૂરું થયું, ત્યાં થોભજે,
રાત ચીરે જે કિરણ, એને જ પાછું ખોજજે;
દ્રાક્ષ પણ વર્ષો સુધી અંધારમાં સડતી રહે,
એ પછી છલકાય પ્યાલે, એ ઘડીને પોંખજે.
– પરાગ રતનપરા