મૌન નહીં
ચૂપ બેસી ઝેર પીવું, એ નથી કૈં સાધુતા,
જીભ સીવીને સહે, એ નમ્રતા ક્યાં? દાસતા!
તોડ બેડી, ખોલ હોઠો, સાદ પાડી ગામને,
જુલ્મ સામે મૌન રાખે, એ ય છે બસ ક્રૂરતા.
– પરાગ રતનપરા
ચૂપ બેસી ઝેર પીવું, એ નથી કૈં સાધુતા,
જીભ સીવીને સહે, એ નમ્રતા ક્યાં? દાસતા!
તોડ બેડી, ખોલ હોઠો, સાદ પાડી ગામને,
જુલ્મ સામે મૌન રાખે, એ ય છે બસ ક્રૂરતા.
– પરાગ રતનપરા