← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન-કપિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંદરા શું મન સદા આ ડાળ પર ઝૂલ્યા કરે,
ચાખતું ફળ, ફેંકતું, ને સૌ પછી ભૂલ્યા કરે;
એક પળ જો ધ્યાનની દોરી વડે બાંધી શકે,
આપમેળે ભીતરે સૌ દ્વાર પણ ખૂલ્યા કરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલખ્યા કરુંઆગલો લેખ →પુલ