← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છોડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથમાં જે રેત રાખી, એ જ સરકી જાય છે,
જેટલી ભીંસું હથેળી, આયખું ખરડાય છે;
છોડ મનનો ભાર, ને આ ડાળ પરથી ઊડ તું,
પાંખ ખૂલે એટલું આકાશ પણ સરજાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખલાડકડી માંડવેઆગલો લેખ →અંજનીનું હાલરડું