← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાડકડી માંડવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માંડવે ઊભી મારી લાડકડી, જાણે ઝળહળતો દીવો રે,
વરરાજા આવ્યા વાજતે-ગાજતે, લઈ જશે અમ જીવો રે.

પીઠી ચોળી ભાભીએ, ને મામાએ પરણાવી,
ફઈબાએ ફટાણાં ગાયાં, સખીઓએ શણગારી;
હાથે મેંદી, માથે મોડિયો, ઓઢ્યું ઘરચોળું નવું રે…
માંડવે ઊભી…

બાપુ ઊભા થાંભલા પાસે, આંખ્યું રાખે નીચી,
માડી ગણે છે ફેરા, ને મન રાખે છે ભીંચી;
ચોથે ફેરે દીકરી બોલી: ‘બાપુ, હવે હું જાઉં?’ રે…
માંડવે ઊભી…

પરાગ કહે: આ દીકરી નથી, આ તો ઘરનું અજવાળું,
લઈ જાઓ, વરરાજા, પણ રાખજો એને વહાલું;
ડેલીએ દીવો મૂકી જાજો, એટલું માગે ગામ રે…
માંડવે ઊભી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારા હતાઆગલો લેખ →છોડ