આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૩૯ / ૪૧
આખું નગર બળતું હતું, એ ધાડમાં તું પણ હતો, ઘર ઘર ઉપર જે ગાજતી, એ રાડમાં તું પણ હતો.
એ જ તો જીત્યા, જગતમાં જાત હાર્યા પ્રેમમાં, ને ગુમાવ્યા એ જ જેણે દાવ ધાર્યા પ્રેમમાં.
દોસ્તાર ગ્યો, ને ગામની એ ઓસરી ખાલી રહી, શાળા મહીં બે જણ તણી એ પાટલી ખાલી રહી.
સુખ તણી શોધે ભમું, એ કોણ ગામે ક્યાં વસે? દેવળે? ધનમાં? કદી એ ઈશ-નામે ક્યાં વસે?
હવે છે સવારી, રજા આપજો, બિછાવી પથારી, રજા આપજો.
કાળા ગગનમાં ચીરતી એ વીજળી આવી ચડે, બળતી બપોરે ક્યાંકથી કો’ વાદળી આવી ચડે.
ઘણું દોડ્યા, ઘણું ભેગું, અટકવાનો સમય ક્યાંથી? હસે સંતાન ઘરમાં ને મલકવાનો સમય ક્યાંથી?
ફાટતા સંબંધ પર મેં એક નાનું થીંગડું, તું ન જાણે એમ સીવ્યું સાવ છાનું થીંગડું.
ચકડોળ ફરતું’તું, અને ફરતી હવા, આંખો મળી, ઢોલે ઢબૂકી રાત ને નાચી દિશા, આંખો મળી.
ઠંડી હતી, લાંબી હતી, ને તાપણું ખૂટી ગયું, ઢાંક્યાં બધાં સંતાનને, ને ઓઢણું ખૂટી ગયું.
શિલ્પી ઘડે, ને ઊતરે દેવો શિલા આકારમાં, પાનાં ઉપર જ્યારે ગઝલ, ત્યારે કળા આકારમાં.
હતાં જ્યાં ઢોલ ને ઝાલર, હવે તો દ્વાર તાળું છે, હતો બા-બાપુનો આ ઘર ઉપર જે પ્યાર, તાળું છે.
આંખ તો દેખે નહીં, પણ ચાંદની છે ટેરવે, રાત છે આંખો મહીં, ને રોશની છે ટેરવે.
મરીને સુવાસે ફરી આવશું, સવારે ઉજાસે ફરી આવશું.
કોણ આવે, કોણ જાતું, આંગણું વશમાં નથી, ખોલવું કે બંધ કરવું, બારણું વશમાં નથી.
કશું પીધું નથી તો પણ, નશો આ કેમ છાયો છે? ફકીરે કાનમાં એવો અલખનો સૂર ગાયો છે.
ભલે ઘાવ હો, હું ય તૈયાર છું, નથી ઢાલ કે તીર, હથિયાર છું.
ઉષાની જેમ આવી ઊતરી તારી નજર હળવે, મને ભીંજાવતી ચાલી, રહી એની અસર હળવે.
પિતાના ખાટલે બેઠો, મને રડવું ન આવડ્યું, હતો આખો સમંદર ભીતરે, વહવું ન આવડ્યું.
ઘરે આંગણે આ હવા દીકરી છે, પિતાની બધી યે દુઆ દીકરી છે.
કોણ જાણે આવતો ભવ, સૌ તરીએ આ ભવે, પ્રેમ, પૂજા, પુણ્ય, જે છે, એ કરીએ આ ભવે.
વિરહની રાત તો ડંખી, મિલનનો શ્વાસ પણ ડંખે, હતી અંધારની પીડા, હવે અજવાસ પણ ડંખે.
હતો ઊડી ગયો આભે, ફરી માળા સુધી આવ્યો, ઉઘાડું બારણું ક્યાં છે? અરે, તાળા સુધી આવ્યો.
ભલે તું દૂર, તો પણ તું સતાવે છે વિચારોમાં, ઘડીમાં તું હસાવે ને રડાવે છે વિચારોમાં.
ભૂખ ભાંગે એટલો આ રોટલો છે પૂરતો, સાંજ ઢળતાં બેસવા આ ઓટલો છે પૂરતો.
પાંચ પત્તાં હાથમાં છે, જિંદગીનો દાવ છે, કોણ જીતે, કોણ હારે? બંદગીનો દાવ છે.
ભલે રોજ ઊગે, વહાણું ઉછીનું, જનમ છે સમયનું ઉખાણું ઉછીનું.
અહીંથી મને ગામ વરતાય છે, છતાં દૂર એ ધામ વરતાય છે.
શ્વાસના મણકા પરોવી, હાથ માળા શબ્દની, ભીતરે અંધાર ભેદે એક જ્વાળા શબ્દની.
પાંખમાં તું, આંખમાં તું, તું જ તારું આભ છે, પાંજરું ખોલી જરા જો, ખૂબ ન્યારું આભ છે.
સળગતો ઉનાળો તને યાદ છે ને? ઠરેલો શિયાળો તને યાદ છે ને?
મારા વિના, મારી સહિત, સંસારમાં તું ખુશ રહે, આ આંગણે, આ ઓરડે, ઘરબારમાં તું ખુશ રહે.
શ્યામ મેળવવા, સખી, તો બાવરી થાવું પડે, વાંસળીના સૂર સુણવા વાંસળી થાવું પડે.
વાળમાં આવી સફેદી, સાંજનો સંકેત છે, તાર ઢીલા, તૂટતા એ સાજનો સંકેત છે.
નથી શંકર, છતાં મેં તો હસી આ ઝેર પી લીધું, સગાંનું, મિત્રનું, સૌનું, બધું યે વેર પી લીધું.
રોજ દીવો કરું, પ્રાર્થના તો ફળે, તું મળે તો જનમ-કામના તો ફળે.
કદી ના આપણે મળિયાં, વરસ સાથે રહીને પણ, અજાણ્યાં જેમ જીવ્યાં, હાથ લઈ હાથે રહીને પણ.
પાન ખરતું જોઈ મૂંગી વેદના છે ઝાડને, તોય કૂંપળ ફૂટશે, એ ચેતના છે ઝાડને.
નથી કોઈનો, દોષ મારો ગણો, ઘરે જે બળે, રોષ મારો ગણો.
આગમાં બળતાં ય મારાથી હસાયું, ના મનાય, રાખમાંથી ગીત ઊઠી ત્યાં ગવાયું, ના મનાય.
ના ધન, ન ગાદી, ના મુગટ, થોડી વ્યથા દેજે મને, આંખો રહે ભીની સદા, એવી દુઆ દેજે મને.
આ ગામની માટી તણી ભીની હવા મળશે ફરી? આ ઓસરી, આ હીંચકો, માની દુઆ મળશે ફરી?
ઓટલા ને પીપળો, ને ગામ-ડેલી લાપતા, રાસ રમતી, ગીત ગાતી એ સહેલી લાપતા.
બધી યે મજાઓ પરીક્ષા પછી, પ્રવાસો, રજાઓ પરીક્ષા પછી.
કહેવું’તું ઘણું તમને, ખરે ટાણે ન બોલાયું, બધાં બેઠાં હતાં સાથે, પછી ભાણે ન બોલાયું.
દેશ માટે શીશ દેતી એ જવાની આજ ક્યાં? રાતભર દાદી કહેતાં, એ કહાની આજ ક્યાં?
સમંદર કિનારે નદીની તરસ છે, અમારી કથામાં સદીની તરસ છે.
ના જરી દેખાવ, એની બંદગી છે ખાનગી, ભીતરે જે ઝળહળે, એ આરતી છે ખાનગી.
નગરમાં નોકરી કરતો, હૃદયથી ગામ અડધો છું, સવારે ‘હાય’, ‘હેલો’ ને પછી ‘જય રામ’ અડધો છું.
મને જ્યાં ઊંઘ આવે, એ જ મારી ખાટ સિંહાસન, કથાકારો કથા વાંચે, પુરાણી પાટ સિંહાસન.