આ ભવે
કોણ જાણે આવતો ભવ, સૌ તરીએ આ ભવે,
પ્રેમ, પૂજા, પુણ્ય, જે છે, એ કરીએ આ ભવે.
આવતા ભવમાં મળીશું, વાયદો એવો ન દે,
સાથમાં જીવી અને સાથે મરીએ આ ભવે.
બાપ-માની ઝૂંપડી છે, તીર્થ એનાથી કયું?
ચારધામે શું જવું? ત્યાં જઈ ફરીએ આ ભવે.
કોઈ ભૂખ્યાને જમાડો, કોઈ રોતાને હસાવ,
પુણ્યનું ભાથું અહીં હાથે ભરીએ આ ભવે.
આ પરાગે જન્મ-જન્માંતર ભમી જોયું ઘણું,
ખીલવું, મ્હેકી જવું, ને બસ ઠરીએ આ ભવે.
– પરાગ રતનપરા
#ગઝલ #પુનર્જન્મ #વર્તમાન #માતાપિતા #પુણ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveNow #ThisLifetime #Parents #KindnessFirst #ParagRatanpara